chintano wishay chhe - Ghazals | RekhtaGujarati

ચિંતાનો વિષય છે

chintano wishay chhe

હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષ બ્રહ્મભટ્ટ
ચિંતાનો વિષય છે
હર્ષ બ્રહ્મભટ્ટ

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,

વાત સમજાય તો ચિંતાનો વિષય છે.

‘જા, તારું ભલું થાય’ કહી કેમ હસ્યા એ?

સાચે ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,

ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ જાઉં,

છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,

જો ગૂંચ સર્જાય તો ચિંતાનો વિષય છે.

સ્રોત

  • પુસ્તક : આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2015