chho wed wanchnarane manahani lage - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

chho wed wanchnarane manahani lage

રઈશ મનીઆર રઈશ મનીઆર
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
રઈશ મનીઆર

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે

આનંદ ઉચ્ચ લાગે પીડા ગજાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે

ખોટું છે, સમજતાં એક જિંદગાની લાગે

પોણા ફૂટની કાયા નહિતર તો નાની લાગે

પડછાયા લઇ ફરો તો તંગી જગાની લાગે

ક્યારેક ચાલીચાલી તારા સુધી પહોંચું

ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

સ્રોત

  • પુસ્તક : આમ લખવું કરાવે અલખની સફર (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : રઈશ મનીઆર
  • પ્રકાશક : શબ્દ પ્રકાશન
  • વર્ષ : 2011