chherane pi gayo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચ્હેરાને પી ગયો

chherane pi gayo

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
ચ્હેરાને પી ગયો
કૈલાસ પંડિત

આંખોથી નીકળી અને હોઠો સુધી ગયો,

ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો.

સરખા થવાની વાત તો આકાશમાં રહી,

ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો.

ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે? હશે!

સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો.

ગુલમ્હોર જોડે આંગળી રમતી હતી હજી,

તડકો ગલી ગલીમાં ત્યાં ઊભો રહી ગયો.

અમથું જરીક બારણું ખુલ્લું થયું અને

શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007