chhe ghana ewa ke jeo yugne paltawi gaya - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા

chhe ghana ewa ke jeo yugne paltawi gaya

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા
સૈફ પાલનપુરી

છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા

પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,

દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,

યાદ કંઈ આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા પોતે લખેલો લઈ ગયા,

છે હજી સંબંધ કે પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ તાજી કબર પર નામ તો મારું છે,

પણ ઉતાવળમાં લોકો કોને દફનાવી ગયા!

સ્રોત

  • પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004