રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.
શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.
લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.
આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.
સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.
થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય–
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.
chhatiman mari senkDo ichchhani naw chhe,
ne aankh same khali thayelun talaw chhe
shabdone koi banman pakDi gayun ke shun!
jaso malyo pachhino nagarman tanaw chhe
lohi puryani wat siphatthi bhuli jai,
sahu chitr joi bolya ha gajabno uthaw chhe
a kachbapnanun hwe shun thashe kaho!
jhaDpi hawani chare taraph awjaw chhe
sahedi andhkarni eman jarur kyan?
surajni hajriman banelo banaw chhe
thai dhaDpaDu tratke ‘sahil’ bhale samay–
tahuka uchherwano amaro swbhaw chhe
chhatiman mari senkDo ichchhani naw chhe,
ne aankh same khali thayelun talaw chhe
shabdone koi banman pakDi gayun ke shun!
jaso malyo pachhino nagarman tanaw chhe
lohi puryani wat siphatthi bhuli jai,
sahu chitr joi bolya ha gajabno uthaw chhe
a kachbapnanun hwe shun thashe kaho!
jhaDpi hawani chare taraph awjaw chhe
sahedi andhkarni eman jarur kyan?
surajni hajriman banelo banaw chhe
thai dhaDpaDu tratke ‘sahil’ bhale samay–
tahuka uchherwano amaro swbhaw chhe
સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 138)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 2008