Chhani Rahi Shaki Na Sikandarni Aabaroo - Ghazals | RekhtaGujarati

છાની રહી શકી ન સિકંદરની આબરૂ

Chhani Rahi Shaki Na Sikandarni Aabaroo

જલાલ મસ્તાન જલાલ મસ્તાન
છાની રહી શકી ન સિકંદરની આબરૂ
જલાલ મસ્તાન

છાની રહી શકી સિકંદરની આબરૂ

મુઠ્ઠી ખૂલી કે ગઈ છે બરાબરની આબરૂ

સંભાળજે કે છેક ગહન ઘા સદા રહે

જોજે દોસ્ત જાય ખંજરની આબરૂ

ઉપર સપાટી પર કદી તરશે મોતીઓ

પેટાળમાં રહે છે સમંદરની આબરૂ

શ્રદ્ધા છે દાવમાં ભલે મૂકવી પડી મગર

રહેશે સદાય મારા મુકદ્દરની આબરૂ

કંકાસના સ્વરૂપમાં નીકળી ગઈ બહાર

ઘરમાં રહી શકી નહીં જે ઘરની આબરૂ

તારા બધા ભાવ મને લાગશે સમાન

આદર સમાન હોય અનાદરની આબરૂ

હદથી વધારે કસોટી નહીં કરી શકે

ભક્તોની આબરૂ છે ઈશ્વરની આબરૂ

છેવટ ‘જલાલ’ કંઈક મળ્યું ગઝલરૂપે

છેવટ ‘જલાલ’ રહી ગઈ અક્ષરની આબરૂ

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ