Chandan-Tilaknu Shobhvu Koi Lalatma - Ghazals | RekhtaGujarati

ચંદન-તિલકનું શોભવું કોઈ લલાટમાં

Chandan-Tilaknu Shobhvu Koi Lalatma

રીના પરીખ રીના પરીખ
ચંદન-તિલકનું શોભવું કોઈ લલાટમાં
રીના પરીખ

ચંદન-તિલકનું શોભવું કોઈ લલાટમાં,

રાખી છે માની સાડી મેં મારા કબાટમાં.

સંતૃપ્તિની આ મોજમાં ડોલે છે મન-હૃદય,

મસ્તી થઈ છે સ્થિર હવે થનગનાટમાં.

શ્રદ્ધાની મ્હેક ઊપસી, પ્રત્યેક તાંતણે,

સંપૂર્ણ મન નિતાર્યું છે, ચાદર વણાટમાં.

ધીરજ ધરી તો કામ જે અડધાં રહ્યાં હતાં,

એ કામ પૂર્ણ થઈ ગયાં છે તરવરાટમાં.

થઈ જાતરા સફળ, ભલે મંદિર ખૂલ્યું નહીં,

માથું તો ટેકવી લીધું સૌએ કપાટમાં.

કાયમ રહે છે છૂટ ઘડામણ ઉપર ફક્ત,

સોનાનું મૂલ્ય એ જ છે પ્રત્યેક ઘાટમાં.

સ્રોત

  • પુસ્તક : મનોમન (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : રીના પરીખ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2026