ચક્કારાણા
chakkaraanaa
અરવિંદ ભટ્ટ
Arvind Bhatt
અરવિંદ ભટ્ટ
Arvind Bhatt
અટક-મટક ગાડીમાં આવ્યા લઈ વાદળની પોઠ કે ચક્ચક્ ચક્કારાણા
નાહી ધૂળમાં, ઢંઢોળ્યા કણકણના તરસ્યા હોઠ કે ચક્ચક્ ચક્કારાણા
ગામ વીંધીને થાક્યા-પાક્યા, ખળાવડામાં દાણાના ઢગલા પર પૂગ્યા
ચણને બદલે તણખલાં લઈ આવ્યા એવા ઠોઠ કે ચક્ચક્ ચક્કારાણા
નથી તૂટતું પોત કે દર્પણ નથી ફૂટતું અને ઓળખાતા નહીં પોતે
શાણા થઈને પછી ચકીબાઈ સાથે કરતા ગોઠ કે ચક્ચક્ ચક્કારાણા
ચાંચમાં લઈ રાતનો વિયોગ એકલવીર પાડવા સવાર આવ્યા
મૂકો આંગણે મગ-ચોખાથી ચીતરેલો બાજોઠ કે ચક્ચક્ ચક્કારાણા
સ્રોત
- પુસ્તક : એક પીંછું મોરનું (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : અરવિંદ ભટ્ટ
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
- વર્ષ : 1995
