chaheraa majhaanaa ketlaa rastaa upar malyaa - Ghazals | RekhtaGujarati

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા

chaheraa majhaanaa ketlaa rastaa upar malyaa

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા
હરીન્દ્ર દવે

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા,

સાચું કહું કે બધા રસ્તા ઉપર મળ્યા.

મારો પ્રવાસ મારી રીતે ના થઈ શક્યો,

કૈં કેટલાયે કાફલા રસ્તા ઉપર મળ્યા.

બે ચાર વાત દિલની કદી ના થઈ શકી,

લાગે છે એમ, સદા રસ્તા ઉપર મળ્યા.

રસ્તો હવે સૂઝે, આગળ વધે ચરણ,

તે કહો તમે ક્યા રસ્તા ઉપર મળ્યા?

એથી તો મારો રાહ સરળ થઈ ગયો બધે,

રસ્તા મને ઘણાબધા રસ્તા ઉપર મળ્યા.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ