kon manshe? - Ghazals | RekhtaGujarati

કોણ માનશે?

kon manshe?

વજ્ર માતરી વજ્ર માતરી
કોણ માનશે?
વજ્ર માતરી

દુ:ખ એય સુખ સમાન હતું કોણ માનશે?

મૃગજળમાં જલનું સ્થાન હતું કોણ માનશે?

ગમની છે રામબાણ દવા ઘુંટ મદિરા

સંતનું વિધાન હતું કોણ માનશે?

જીવન ગણીને જેની અમે માવજત કરી

મૃત્યુનું નિદાન હતું કોણ માનશે!

બદનામીઓ મળી જે મને પ્રેમ કારણે

વાસ્તવમાં એજ માન હતું કોણ માનશે.

જે બારણે હું ઊભો હતો અજવબી સમો,

મારુંજ મકાન હતું કોણ માનશે?

ડૂબી ગયો’તો સઘળા કિનારા મળી ગયા

મારામાં એવું ધ્યાન હતું કોણ માનશે?

કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે

તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?

લૂંટાઈ બેઠા “વજ્ર” અમે ભરબજારમાં

મન ખૂબ સાવધાન હતું કોણ માનશે.

સ્રોત

  • પુસ્તક : તડપ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : વજ્ર માતરી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009