bhiitarni bhavytaanun darshan karii rahyo chhu - Ghazals | RekhtaGujarati

ભીતરની ભવ્યતાનું દર્શન કરી રહ્યો છું

bhiitarni bhavytaanun darshan karii rahyo chhu

રાહુલ શ્રીમાળી રાહુલ શ્રીમાળી
ભીતરની ભવ્યતાનું દર્શન કરી રહ્યો છું
રાહુલ શ્રીમાળી

ભીતરની ભવ્યતાનું દર્શન કરી રહ્યો છું,

લાગે છે શૂન્યમાંથી સર્જન કરી રહ્યો છું.

કૂણા કમળની માફક ધીરે રહી ઉઘડતા,

પ્રત્યેક આવરણનું અર્ચન કરી રહ્યો છું.

ચાલે છે નૃત્ય જેવું અંદર અગમ અનર્ગળ,

હું પણ નશામાં નમણું નર્તન કરી રહ્યો છું.

કરતાલ હાથમાં ના કેદાર પણ કંઠે,

કુદરતનું તોય કેવું કીર્તન કરી રહ્યો છું.

કાલે હતો હું જેવો આજે નથી રહ્યો હું,

જાણે કોના જેવું, વર્તન કરી રહ્યો છું.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ