bechar swapn ankhman laine pharya karun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બેચાર સ્વપ્ન આંખમાં લઈને ફર્યા કરું

bechar swapn ankhman laine pharya karun

દર્શક આચાર્ય દર્શક આચાર્ય
બેચાર સ્વપ્ન આંખમાં લઈને ફર્યા કરું
દર્શક આચાર્ય

બેચાર સ્વપ્ન આંખમાં લઈને ફર્યા કરું

ઝાકળની જેમ પુષ્પ ઉપર હું તર્યા કરું

વર્ષાથી જેમ વાવ ને કૂવા ભરાય છે,

તારા સ્મરણથી એમ હું મનને ભર્યા કરું

ભીંતો સમી તમારી નજરમાં વસી જવા,

બારી સમી હું જાત લઈને ફર્યા કરું

તારા સમયના ચિત્રને કલરવથી રંગવા,

પંખીની સાથ ગાઈને ગીતો સર્યા કરું

પંખીની જેમ જાતમાં પાછા ફરી જવા,

વૃક્ષો, નદી ને સાંજની વેળા ધર્યા કરું

સ્રોત

  • પુસ્તક : સાંસોટ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : દર્શક આચાર્ય
  • પ્રકાશક : વિશ્વગાથા
  • વર્ષ : 2021