રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકરી શકે તો છાતીફાટ પ્રેમ તું કરી બતાવ.
કશી શરત વિના જ પ્રેમપ્યાલીને ભરી બતાવ.
દુઃખો ભૂલી જવાની છે સલાહ ખૂબ સારી પણ,
બની શકે તો દર્દ દેનારાને વિસ્મરી બતાવ.
પતન બની શકે ભવ્ય, એ જાણવું જો હોય તો,
હે તારલા તું આભથી ધરા ઉપર ખરી બતાવ.
ઉદાસીના બધા જ રંગ સામટા ધરી ન દે,
ધીમે ધીમે ઉઘાડ સાંજ, ને જરી જરી બતાવ.
નદી સમી વહુ છું હું ને સ્થિર કાંઠા જેમ તું,
પડીને મારી ભીતરે ડૂબી જા, કે તરી બતાવ.
kari shake to chhatiphat prem tun kari bataw
kashi sharat wina ja premapyaline bhari bataw
dukho bhuli jawani chhe salah khoob sari pan,
bani shake to dard denarane wismri bataw
patan bani shake bhawya, e janawun jo hoy to,
he tarla tun abhthi dhara upar khari bataw
udasina badha ja rang samta dhari na de,
dhime dhime ughaD sanj, ne jari jari bataw
nadi sami wahu chhun hun ne sthir kantha jem tun,
paDine mari bhitre Dubi ja, ke tari bataw

સ્રોત
- પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.