રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજિંદગી પર વાદળું છાયું, બહુ સારું થયું;
ચિત્ર અંધારે ન દેખાયું, બહુ સારું થયું.
હું તો આ મહેફિલ મહીં આવીને મુંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું.
જિંદગી આખી પડ્યા આઘાત જેને ઝીલવા,
‘દિલ’ કહી એને નવાજાયું, બહુ સારું થયું.
હું તો મસ્તીમાં ન જાણે ક્યાંનોક્યાં ચાલ્યો જતે,
ભાગ્ય સાથે લક્ષ્ય ભટકાયું, બહુ સારું થયું.
આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,
એ પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.
શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું!
એ રુદન તમને ન સંભળાયું, બહુ સારું થયું.
શાપ થૈ ગૈ કંટકો માટે ચિરાયુની દુઆ,
પુષ્પથી ઝાઝું ન જીવાયું, બહુ સારું થયું.
વીતવાની જે હતી વીતી ભલે અમ પ્રેમ પર,
રૂપનું પણ પોત પરખાયું, બહુ સારું થયું.
જિંદગીભર મોતને માઠું નથી લાગ્યું ‘ગની’,
છોને જીવાયું, ન જીવાયું, બહુ સારું થયું.
jindgi par wadalun chhayun, bahu sarun thayun;
chitr andhare na dekhayun, bahu sarun thayun
hun to aa mahephil mahin awine munjhayo hato,
tyan tamarun nam bolayun, bahu sarun thayun
jindgi aakhi paDya aghat jene jhilwa,
‘dil’ kahi ene nawajayun, bahu sarun thayun
hun to mastiman na jane kyannokyan chalyo jate,
bhagya sathe lakshya bhatkayun, bahu sarun thayun
apni pase hatun je dhan te ankhoman hatun,
e prsangopat waprayun, bahu sarun thayun
shun kahun duniyaman mare shi rite hasawun paDyun!
e rudan tamne na sambhlayun, bahu sarun thayun
shap thai gai kantko mate chirayuni dua,
pushpthi jhajhun na jiwayun, bahu sarun thayun
witwani je hati witi bhale am prem par,
rupanun pan pot parkhayun, bahu sarun thayun
jindgibhar motne mathun nathi lagyun ‘gani’,
chhone jiwayun, na jiwayun, bahu sarun thayun

સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : જયંત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981