badhii zankhanaa kyaathii purii kari jaun - Ghazals | RekhtaGujarati

બધી ઝંખના ક્યાંથી પૂરી કરી જઉં?

badhii zankhanaa kyaathii purii kari jaun

અનિલ ચાવડા અનિલ ચાવડા
બધી ઝંખના ક્યાંથી પૂરી કરી જઉં?
અનિલ ચાવડા

બધી ઝંખના ક્યાંથી પૂરી કરી જઉં?

સિતારો તો છું નહિ કે નભથી ખરી જઉં!

હવે મારી પાસે અંતિમ તક છે,

હવે હું મરણિયો થઉં તો મરી જઉં!

અનુભવ વિતેલા જીવનના છે એવા,

મળે કોઈ જો પ્રેમથી તો ડરી જઉં!

તમે ઢાંકણીના જે પાણીનું કહો છો,

હું એમાં જો ડૂબી શકું તો તરી જઉં!

ઘણાં વર્ષે ચ્હેરો જોવા મળ્યો છે,

ફરી જઉં હું એના તરફ કે ફરી જઉં?

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : મે ૨૦૨ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન