badhi bajuethi prmanya pachhi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બધી બાજુએથી પ્રમાણ્યા પછી

badhi bajuethi prmanya pachhi

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
બધી બાજુએથી પ્રમાણ્યા પછી
આદિલ મન્સૂરી

બધી બાજુએથી પ્રમાણ્યા પછી

શબદ સર્વ એણે સરાણ્યા પછી

અમારી મુસીબતને જાણ્યા પછી

થયા મિત્ર કેવા અજાણ્યા પછી

અટકવાનું તો નામ લેતો નથી

ઈચ્છાનો ઘોડો પલાણ્યા પછી

સમંદર જુઓ કેવો હાંફી રહ્યો

બધાં નીર નદીઓનાં તાણ્યા પછી

બંધુયે પવનના ભરોસે હતું

હલેસાં અને શઢ વહાણ્યા પછી

બધા ખૂણેખૂણા પ્રકાશી ઊઠ્યા

ગઞલ-ગુર્જરી ઘરમાં આણ્યા પછી

પ્રથમ તો બધાને જનમવા દીધા

અને સૌને છેલ્લે મસાણ્યા પછી

જરા વારમાં દાઢે વળગી પડી

સહજ ખીચડીને વખાણ્યા પછી

કરો વૃદ્ધાવસ્થાની તૈયારીઓ

ક્ષણેક્ષણ યુવાનીને માણ્યા પછી

બીજી ઓળખાણો કરવી પડી

પ્રથમ ખુદને આદિલ પિછાણ્યા પછી.

સ્રોત

  • પુસ્તક : ગઝલના આયનાઘરમાં (પૃષ્ઠ ક્રમાંક 150)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2003