બધા વિકલ્પો પુરાઈ ગયા છે કિલ્લામાં
badhaa vikalpo puraii gyaa chhe killamaan
જવાહર બક્ષી
Jawahar Bakshi
બધા વિકલ્પો પુરાઈ ગયા છે કિલ્લામાં
badhaa vikalpo puraii gyaa chhe killamaan
જવાહર બક્ષી
Jawahar Bakshi
જવાહર બક્ષી
Jawahar Bakshi
બધા વિકલ્પો પુરાઈ ગયા છે કિલ્લામાં
ફર્યા કરે છે સંબંધ એકલો ઝરૂખામાં.
હજી સુધી તો તમારી અસર અધૂરી છે,
હજીય જોવું ગમે છે મને અરીસામાં.
તમારા આવવાની શક્યાતાઓ ફેલાવી,
વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં.
આ લાગણી હવે ઘર માથે લઈને ભટકે છે,
હવાની જેમ જે કાલે પડી’તી ખૂણામાં.
ફકત અતીત સિવાય આપતું નથી કૈં પણ,
હું હાથ નાખું છું જ્યારે સમયના ખિસ્સામાં.
‘ફના’ મેં સાંભળ્યો નહિ કેમ કોઈ છમકારો?
બધા કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં.
સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
