baag , sandhyaa, aapnaan smarno ane ae baankado - Ghazals | RekhtaGujarati

બાગ, સંધ્યા, આપણાં સ્મરણો અને એ બાંકડો

baag , sandhyaa, aapnaan smarno ane ae baankado

પીયૂષ ચાવડા પીયૂષ ચાવડા
બાગ, સંધ્યા, આપણાં સ્મરણો અને એ બાંકડો
પીયૂષ ચાવડા

બાગ, સંધ્યા, આપણાં સ્મરણો અને એ બાંકડો,

યાદ આવ્યાં - આંખમાં ઘેરાય ગ્યાં છે વાદળો.

અર્થ એકલતાનો પૂછો છો તમે? તો સાંભળો,

પેન, કાગળ, હું, ગઝલ — બસ અર્થ એનો આટલો.

વૈભવી આ ફ્લેટ વચ્ચે ગાદલાં ડનલોપનાં,

યાદ આવે તે છતાંયે ગામ, ફળિયું, ખાટલો.

વેલબુટ્ટાનું ભરતગૂંથણ બધું નીકળી, હવે -

માત્ર જૂનું લૂગડું થઈને રહી ગ્યો ચાકળો.

હૂંફ એવી ક્યાંય બીજે જિંદગીભર ના મળી,

બા મને ઓઢાડતી સાંધેલ એનો સાડલો.

સ્રોત

  • પુસ્તક : મખમલી શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : પીયૂષ ચાવડા
  • પ્રકાશક : આસ્થા પબ્લિકેશન
  • વર્ષ : 2025