રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈં તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?
આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?
મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?
આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારું ઇલાજો શા માટે?
કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી?
‘પી’ ‘પી’ કહેનારા બોલે છે, આ ‘પાજો’ ‘પાજો' શા માટે?
દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?
નમન-નમનમાં હોયે છે કૈં વધતો-ઓછો ફેર નકી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?
આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સ્હેજ ઉંમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?
આ વાત નથી છાની-છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે – ‘મધુકર’નો મલાજો શા માટે?
lage chhe awachak thai gai chhe kalabalti kabar bhaar badhe,
nhain to ahin ekisathe aa shayarna awajo sha mate?
akashi wadalne name aa wat tamone kahi daun chhun,
kan warsi lo, kan wikhrao, aa amthan gajo sha mate?
maro to iradao chhe khali kawitaman kaman purwano,
tyan rupni aaDe ghunghatna beDhang riwajo sha mate?
a jalti shamane tharo na, aa parwanane waro na,
e premni pagal duniyaman wahewarun ilajo sha mate?
koi kahesho ke maykhanani shi haalat chhe sachesachi?
‘pee’ ‘pee’ kahenara bole chhe, aa ‘pajo’ ‘pajo sha mate?
daphnai jawa do gaurawthi e jyan janme chhe tyan ne tyan,
ansu ne nisasani kandhe mahobatno janajo sha mate?
naman namanman hoye chhe kain wadhto ochho pher nki,
nhain to aa nameli najre amne aap nawajo sha mate?
a dilne tamare mate to bachapanthi anamat rakhyun chhe,
a shej unmarman awyan ke aa roj takajo sha mate?
a wat nathi chhani chhapni, charchay chhe jaherman saghle,
sharmal kusumne kahi do ke – ‘madhukar’no malajo sha mate?

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 171)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4