ankhothi laishun kaam, hwe bolawun nathi - Ghazals | RekhtaGujarati

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી

ankhothi laishun kaam, hwe bolawun nathi

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી
સૈફ પાલનપુરી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી,

રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું :

કેવું મળ્યું ઈનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો,

ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે “સૈફ” નજર નીચી થઈ ગઈ,

શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

સ્રોત

  • પુસ્તક : ઝરૂખો (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 3