ankhoni sathe sathe pharakto nathi hwe - Ghazals | RekhtaGujarati

આંખોની સાથે સાથે ફરકતો નથી હવે

ankhoni sathe sathe pharakto nathi hwe

સતીષ નકાબ સતીષ નકાબ
આંખોની સાથે સાથે ફરકતો નથી હવે
સતીષ નકાબ

આંખોની સાથે સાથે ફરકતો નથી હવે,

અંધકાર કાંઈ સમજતો નથી હવે.

મારા સ્વરૂપને ક્ષીતિજો રહે નહીં,

તારી નજરનો સૂર્ય તો ઉગતો નથી હવે.

વાતાવરણમાં એટલી જગ્યા નથી રહી,

નિઃશ્વાસ દિલની બ્હાર નીકળતો નથી હવે.

મોટેથી બોલવા સમું અંતર રહી ગયું,

પડઘો તો કોઈ વાતનો પડતો નથી હવે.

સ્વપ્નોના ધોમ તાપમાં આંખોનો છાંયડો,

પગરવની આસપાસ ભટકતો નથી હવે.

પ્હોંચ્યો મુકામ પર કે ગુમાઈ ગયો નકાબ,

રસ્તામાં તો કોઈને મળતો નથી હવે.

સ્રોત

  • પુસ્તક : સાનિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : સતીષ ‘નકાબ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988