andarthi agan jewun, baharthi pawan jewun - Ghazals | RekhtaGujarati

અંદરથી અગન જેવું, બાહરથી પવન જેવું

andarthi agan jewun, baharthi pawan jewun

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
અંદરથી અગન જેવું, બાહરથી પવન જેવું
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

અંદરથી અગન જેવું, બાહરથી પવન જેવું,

શું દઈ દીધું ત્હેં ‘મિસ્કીન’ને મન જેવું.

પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું,

એકાંત ભોગવું છું, મનગમતા મિલન જેવું.

દુ:ખ છે કે એમાં ઊડવાની કરી ઇચ્છા,

જે ઓઢવા પહેરવા આપ્યું તેં ગગન જેવું.

લોહીઝાણ શ્વાસોનું એક આય કારણ,

ઊડે કશુંક ઊંડે લાગ્યું’તું લગન જેવું.

કૈં એમ સાચવું છું મારામાં યાદ તારી,

કોઈ ચીંથરામાં જાણે સાચવતું રતન જેવું.

ફાવી ગયું છે મિત્રો, મરવાનું કટકે કટકે,

કટકાઓ જોડી જોડી જીવ્યો છું જીવન જેવું.

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013