anadikalthi chhe, to khudani bhasha kai ? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનાદિકાળથી છે, તો ખુદાની ભાષા કઈ ?

anadikalthi chhe, to khudani bhasha kai ?

શકીલ કાદરી શકીલ કાદરી
અનાદિકાળથી છે, તો ખુદાની ભાષા કઈ ?
શકીલ કાદરી

અનાદિકાળથી છે, તો ખુદાની ભાષા કઈ ?

કહો તમે કહો આસ્થાની ભાષા કઈ ?

તમારી પ્રાર્થના સમજે ને મારી ના સમજે,

નથી કળાતું હશે દેવતાની ભાષા કઈ ?

પવન, પહાડ, નદી, સૂર્ય, આભ, ધરતી અને

બનીને ફૂટી જતાં બુદબુદાની ભાષા કઈ ?

સવાલ મારો છે પરમાત્મા તને સીધો

જવાબ આપ મને આત્માની ભાષા કઈ ?

તમે છો જ્ઞાનના સાગર, જરા તમે કહો

મેં વ્યક્ત કીધી વ્યથા વ્યથાની ભાષા કઈ ?

કવિ કવિતા છે આત્માની માતૃભાષા પણ-

છે પ્રશ્ન કે પરમાત્માની ભાષા કઈ ?

મેં સાંભળ્યું છે કે ભાષાભવનમાં ચર્ચાશે

હવે પ્રશ્ન કે અક્કલગરાની ભાષા કઈ ?

સમીર, વાયુ, પવન, ચક્રવાત, વા, વંટોળ

વિચારી એજ રહ્યો છું હવાની ભાષા કઈ ?

પ્રદેશ રહ્યો જીવન-મરણની વચ્ચેનો

'શકીલ' બોલો અહીંની કથાની ભાષા કઈ ?

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ