amne jo ke roj jiwanni khushi malti nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમને જો કે રોજ જીવનની ખુશી મળતી નથી

amne jo ke roj jiwanni khushi malti nathi

અદી મીરઝાં અદી મીરઝાં
અમને જો કે રોજ જીવનની ખુશી મળતી નથી
અદી મીરઝાં

અમને જોકે રોજ જીવનની ખુશી મળતી નથી

તને કોણે કહ્યું કે કદી મળતી નથી?

સુખ ને દુઃખ જીવનના, તું ને હું!

કેટલી સદીઓ ગઈ દુનિયા નવી મળતી નથી.

જેને ઝાલીને હું બચપનમાં બધે ફરતો હતો

મારી મમતાની નાની આંગળી મળતી નથી.

તમને છોડીને ગયો’તો પળો મળતી રહી

તમને આવીને મળ્યો’તો ઘડી મળતી નથી.

હર ગલી શહેરની એની ગલીમાં જાય છે

ને મને શહેરમાં એની ગલી મળતી નથી.

પ્રેમીઓએ કલ્પના જેની કરી વર્ષો સુધી

મારી ગઝલોમાં જન્નતની પરી મળતી નથી.

ક્યાંથી લોકોને મળે છે ફૂલના ગજરા, 'અદી'

અહીં તો અમને ફૂલની એક પાંખડી મળતી નથી.

સ્રોત

  • પુસ્તક : સાદગી
  • સર્જક : અદી મિરઝાં
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2000