ame jhanjhavaathiiye palalii jashun, haa - Ghazals | RekhtaGujarati

અમે ઝાંઝવાથીયે પલળી જશું, હા

ame jhanjhavaathiiye palalii jashun, haa

જગદીપ નાણાવટી જગદીપ નાણાવટી
અમે ઝાંઝવાથીયે પલળી જશું, હા
જગદીપ નાણાવટી

અમે ઝાંઝવાથીયે પલળી જશું, હા

રસમ ચાતરી કંઈક અળગી જશું, હા

હતા મૂળથી જાત દીવાસળીની

ઘસાતું જો બોલ્યા, તો સળગી જશું, હા

ફુલી ફાલતી પ્રેમની વેલ છઈએ

દિવાલોએ નફરતની વળગી જશું, હા

અડી તો જુઓ લાગણીને અમારી

થઈ બ્રેઈલ, ઉકલી સમૂળગી જશું, હા

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ