અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
amaarii jindgiino aa saral sidho parichay chhe
સૈફ પાલનપુરી
Saif Palanpuri
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
amaarii jindgiino aa saral sidho parichay chhe
સૈફ પાલનપુરી
Saif Palanpuri
સૈફ પાલનપુરી
Saif Palanpuri
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે - ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
સ્રોત
- પુસ્તક : ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ
- વર્ષ : 2004
