mokalun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભલે લાગે છે અક્ષર મોકલું છું.

ઘૂઘવ્યા ભીતર સાગર મોકલું છું.

તું સ્વયમ્ ઝળહળ છે જાણું છું છતાંયે

કોડિયું મારું થરથર મોકલું છું.

થઈ ગયું મોડું, પડ્યું જન્મોનું છેટું,

તો લાગે છે સમયસર મોકલું છું.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે

તેં કદી દોર્યું ’તું ઘર મોકલું છું.

નામ, જાતિ, ધર્મ તો દેહને છે,

છે બધાથી પર ભીતર મોકલું છું.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,

હા, હા અવસર મોકલું છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 1995