અગર તે યાર મારો તો બધો સંસાર મારો છે
agar te yaar maaro to badho sansaar maaro chhe

અગર તે યાર મારો તો બધો સંસાર મારો છે;
કૃપા તેની થતાં જાણીશ કે કિરતાર મારો છે.
મદીલી આંખ તેની જોઈને ચકચૂર બેઠો છું;
કે હું બેહોશ જેનો તે ખરો હુશિયાર મારો છે
ન મસ્જિદમાં ન મંદિરમાં ન મક્કામાં ન કાશીમાં;
ફક્ત આ દિલ બની દિલમાં વસ્યો દિલદાર મારો છે.
ભમું ભટકું છતાં દેખું નહીં પાસે પડેલાને;
ભરેલો ભેદના ભંડારથી ભંડાર મારો છે.
કહે છે લોક દુનિયામાં અપાર પ્યારનો દરિયો;
નથી જો પાર તારો તો પછી ક્યાં પાર મારો છે?
જુનૂંના જોશમાં મજનૂં થઈ મ્હાલું છું બેપરવા;
ન જેનો કોઈ પણ આધાર તે આધાર મારો છે.
દબાવી હાથમાં મુજ દિલ કહે છે આંખ કહાડીને;
અરે એ માલ તો નાદાર દેવાદાર મારો છે.
હૃદય મુજ પગતળે કચરી કહે છે મુક્તિ આપું છું;
અરે આખેટ મારો તારે શિર આભાર મારો છે.
ખુદાઈમાં જુદાઈ થાય એ શી પેર હું માનું;
હજાર ઇન્કાર તેના, એક પણ યકરાર મારો છે.
ભવે આઘે વચે પોતે ન પાસે મુજને બોલાવે,
મને ગાળો હજારો દે તે સો સો વાર મારો છે.
મને યુસુફ પઠે વેચો મિસરના ચોક ચૌટામાં,
જલીખા રૂપમાં ઊભો હૃદયનો હાર મારો છે.
મને જીવ્યા તણો શો હર્ષ ને શો શોક મરવાનો?
કરે તે યાર જે તેમાં જ બેડો પાર મારો છે.
ચઢુ દીદાર કરવા દારપર મન્સૂર થઈને હું;
અનલહક બોલતો અમૃત અને તે યાર મારો છે.
agar te yar maro to badho sansar maro chhe;
kripa teni thatan janish ke kirtar maro chhe
madili aankh teni joine chakchur betho chhun;
ke hun behosh jeno te kharo hushiyar maro chhe
na masjidman na mandirman na makkaman na kashiman;
phakt aa dil bani dilman wasyo dildar maro chhe
bhamun bhatakun chhatan dekhun nahin pase paDelane;
bharelo bhedna bhanDarthi bhanDar maro chhe
kahe chhe lok duniyaman apar pyarno dariyo;
nathi jo par taro to pachhi kyan par maro chhe?
jununna joshman majnun thai mhalun chhun beparwa;
na jeno koi pan adhar te adhar maro chhe
dabawi hathman muj dil kahe chhe aankh kahaDine;
are e mal to nadar dewadar maro chhe
hriday muj pagatle kachri kahe chhe mukti apun chhun;
are akhet maro tare shir abhar maro chhe
khudaiman judai thay e shi per hun manun;
hajar inkar tena, ek pan yakrar maro chhe
bhawe aaghe wache pote na pase mujne bolawe,
mane galo hajaro de te so so war maro chhe
mane yusuph pathe wecho misarna chok chautaman,
jalikha rupman ubho hridayno haar maro chhe
mane jiwya tano sho harsh ne sho shok marwano?
kare te yar je teman ja beDo par maro chhe
chaDhu didar karwa darpar mansur thaine hun;
analhak bolto amrit ane te yar maro chhe

સ્રોત
- પુસ્તક : ભારત દુર્દશા નાટક (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : ઠક્કુર નારાયણ વિસનજી ચતુર્ભુજ
- પ્રકાશક : ત્રાગાળા મિત્રમંડળ
- વર્ષ : 1909