afvaa je udaadii hatii, saachchii j nikalii - Ghazals | RekhtaGujarati

અફવા જે ઉડાડી હતી, સાચ્ચી જ નીકળી

afvaa je udaadii hatii, saachchii j nikalii

હિમલ પંડ્યા હિમલ પંડ્યા
અફવા જે ઉડાડી હતી, સાચ્ચી જ નીકળી
હિમલ પંડ્યા

અફવા જે ઉડાડી હતી, સાચ્ચી જ નીકળી,

આ જિંદગી તૂરી અને ખાટ્ટી જ નીકળી.

ઇચ્છાનાં હરણ બેખબર થૈ દોડતાં રહ્યાં!

ને ઝાંઝવાંની દોટ તો પાક્કી જ નીકળી.

ક્યારેય સમય પર નથી એ વ્યક્ત થઈ શકી,

આ લાગણી છેવટ સુધી બાઘ્ઘી જ નીકળી.

તારાં ગયા પછીથી આ પાંખી હથેળીમાં,

પીડાની રેખાઓ બધી ઘાટ્ટી જ નીકળી.

ટુકડા કરી-કરીને દબાવી’તી દિલમહીં,

તોયે ઉદાસી આખરે આખ્ખી જ નીકળી.

સ્રોત

  • પુસ્તક : ...ત્યારે જિવાય છે (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : હિમલ પંડ્યા
  • પ્રકાશક : કવિતાકક્ષ, ભાવનગર
  • વર્ષ : 2021