aena gharna pagathiya - Ghazals | RekhtaGujarati

એના ઘરનાં પગથિયાં

aena gharna pagathiya

સ્નેહી પરમાર સ્નેહી પરમાર
એના ઘરનાં પગથિયાં
સ્નેહી પરમાર

એના ઘરનાં પગથિયાં,

જાણે સૂતાં પતંગિયાં!

પડખેના ગુલમહોર રસિક,

લયમાં લેતાં લથડિયાં!

ફૂલોએ તો પૂછ્યું, હેં -

તમને કોણે સરજિયાં?

છણકો કરી સામે બેઠાં,

'લ્યો તળાવના તરસિયા!'

ડાળી જાતે તૂટી ગઈ,

એ વીણે છે કરગઠિયાં!

મળ્યાં તો તાણી ગ્યાં સાથે,

ગાજ્યાં એવાં વરસિયાં!

'સ્નેહી', કેમ છો બોલ્યા ત્યાં-

ખારાં થ્યાં'તાં શરબતિયાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાત : દિપોત્સવી અંક : ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 397)
  • સંપાદક : જયેશ દવે
  • પ્રકાશક : માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર