ae hakiikat chhe, hakiikatthii vadhaare pan chhe - Ghazals | RekhtaGujarati

એ હકીકત છે, હકીકતથી વધારે પણ છે

ae hakiikat chhe, hakiikatthii vadhaare pan chhe

ભરત વિંઝુડા ભરત વિંઝુડા
એ હકીકત છે, હકીકતથી વધારે પણ છે
ભરત વિંઝુડા

હકીકત છે, હકીકતથી વધારે પણ છે,

મહોબત છે, મહોબતથી વધારે પણ છે!

હું તને ચાહું છું એવું જે કહું બાબત,

એક શરાફત છે, શરાફતથી વધારે પણ છે!

બસ તને જોઉં ને જોયા કરું છું સામે,

ઇબાદત છે, ઇબાદતથી વધારે પણ છે!

આવી બેસે છે ઘણીવાર અહીંયાં એમાં,

કંઈ નજાકત છે, નજાકતથી વધારે પણ છે!

તું પૂછે તો હું કહું તાજમહલ શું છે એ,

હા, ઇમારત છે, ઇમારતથી વધારે પણ છે!

જાત આપી જો શકે તો તું મને આપી દે,

તું જરૂરત છે, જરૂરતથી વધારે પણ છે!

સ્રોત

  • પુસ્તક : નજીક જાવ તો (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2022