રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભાંગતી રાતની તરબતર છે તરજ.
નાભિની ખરલ પર ઘૂંટવી છે પરજ.
અંશ નાનો ભલે વંશ છું તેજનો,
આભ નીચે નમે હોય જેને ગરજ;
ગોમુખી, ટેરવાં, જાગરણ ને સ્મરણ,
રામને ચોપડે આપણી આ વણજ;
મૌનનાં વસ્ત્રને રંગવા સૂરથી,
કંઠથી ઊપજે છે કબીરી ખરજ;
નાદ કરતાલનો ઝૂલણા ઝૂલતો,
શબ્દમાં અવતરે એટલી છે અરજ;
ગહ્વરે પેસવું, ટોચ જઈ બેસવું,
દત્તના ડુંગરે સાંપડી છે સમજ;
ના વિમાસણ વળાંકો અને માર્ગની,
તું કહે ‘આવ’ ને શ્વાસ મૂકું સહજ.
bhangti ratni tarabtar chhe taraj
nabhini kharal par ghuntwi chhe paraj
ansh nano bhale wansh chhun tejno,
abh niche name hoy jene garaj;
gomukhi, terwan, jagran ne smran,
ramne chopDe aapni aa wanaj;
maunnan wastrne rangwa surthi,
kanththi upje chhe kabiri kharaj;
nad kartalno jhulna jhulto,
shabdman awatre etli chhe araj;
gahwre pesawun, toch jai besawun,
dattna Dungre sampDi chhe samaj;
na wimasan walanko ane margni,
tun kahe ‘aw’ ne shwas mukun sahj
bhangti ratni tarabtar chhe taraj
nabhini kharal par ghuntwi chhe paraj
ansh nano bhale wansh chhun tejno,
abh niche name hoy jene garaj;
gomukhi, terwan, jagran ne smran,
ramne chopDe aapni aa wanaj;
maunnan wastrne rangwa surthi,
kanththi upje chhe kabiri kharaj;
nad kartalno jhulna jhulto,
shabdman awatre etli chhe araj;
gahwre pesawun, toch jai besawun,
dattna Dungre sampDi chhe samaj;
na wimasan walanko ane margni,
tun kahe ‘aw’ ne shwas mukun sahj
સ્રોત
- પુસ્તક : ભિન્ન ષડ્જ (પૃષ્ઠ ક્રમાંક 51)
- સર્જક : હરિશ્ચન્દ્ર જોશી
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2007