taiyar haish - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તૈયાર હઈશ

taiyar haish

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
તૈયાર હઈશ
લલિત ત્રિવેદી

કેવી ક્ષણ હશે જ્યારે કે હું તૈયાર હઈશ?

નજર કેવી હશે જ્યારે તું દીદાર હઈશ?

તું આરપાર હઈશ કે હું તાર તાર હઈશ?

હઈશ કેવો જ્યારે તારો હું સ્વીકાર હઈશ?

અબીલગુલાલ થઈ જઈશ કે કપૂર થઈશ?

હઈશ તું મારામાં તો કેવો હું ત્હેવાર હઈશ?

પ્રચંડ પૂર ભલે હોય કે હો ઝંઝાવાત

દુવારે બેઠો હઇશ હું ગતિનો સાર હઈશ

રહે રંગ કે રૂપ કે ખુશ્બૂ પણ

હશે શું એવી ક્ષણ જ્યારે હું નિર્વિકાર હઈશ?.

કદાચ પ્રાર્થનાની હશે ચરમપ્રાપ્તિ

હું ધીમા દીવડાના તેજ-શી પુકાર હઈશ...

(જુલાઈ-'૦૮, જૂન-'૧૪)

સ્રોત

  • પુસ્તક : બેઠો છું તણખલા પર (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સર્જક : લલિત ત્રીવેદી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2018