
અહીં રૂપમાં અમને કશી કમી ન મળી!
તલાશ દિલને હતી, એવી સાદગી ન મળી.
અનેક જિંદગી નીરખી છે મારાં અશ્રુએ,
વ્યથાથી ખાલી મને કોઈ જિંદગી ન મળી.
પ્રભુ, કહું ન પછી એને કેમ હું પાખંડ?
કે સ્વાર્થ વિણ તો અહીં કોઈ બંદગી ન મળી.
પ્રયત્ન લાખ કરું છું છતાંયે નિષ્ફળ છું,
લગાવી જોયું બધે દિલ ને દિલ્લગી ન મળી.
સભામાં આપની હસતો રહ્યો ભલે કિન્તુ,
હૃદયની વાત નિરાળી હતી, ખુશી ન મળી.
અનેક રીતથી મંજિલ મળી છે લોકોને,
અજબ છે વાત કે અમને હજુ લગી ન મળી.
કરી છે શોધ અમે દોસ્તોનાં દિલમાં પણ,
મળ્યું બધું જ, ફક્ત એક લાગણી ન મળી!
‘લતીફ’ દાનવોની શું શિકાયતો કરવી?
દયાના દેવના દિલમાંય લાગણી ન મળી.
ahin rupman amne kashi kami na mali!
talash dilne hati, ewi sadgi na mali
anek jindgi nirkhi chhe maran ashrue,
wythathi khali mane koi jindgi na mali
prabhu, kahun na pachhi ene kem hun pakhanD?
ke swarth win to ahin koi bandagi na mali
prayatn lakh karun chhun chhatanye nishphal chhun,
lagawi joyun badhe dil ne dillgi na mali
sabhaman aapni hasto rahyo bhale kintu,
hridayni wat nirali hati, khushi na mali
anek ritthi manjil mali chhe lokone,
ajab chhe wat ke amne haju lagi na mali
kari chhe shodh ame dostonan dilman pan,
malyun badhun ja, phakt ek lagni na mali!
‘latiph’ danwoni shun shikayto karwi?
dayana dewana dilmanya lagni na mali
ahin rupman amne kashi kami na mali!
talash dilne hati, ewi sadgi na mali
anek jindgi nirkhi chhe maran ashrue,
wythathi khali mane koi jindgi na mali
prabhu, kahun na pachhi ene kem hun pakhanD?
ke swarth win to ahin koi bandagi na mali
prayatn lakh karun chhun chhatanye nishphal chhun,
lagawi joyun badhe dil ne dillgi na mali
sabhaman aapni hasto rahyo bhale kintu,
hridayni wat nirali hati, khushi na mali
anek ritthi manjil mali chhe lokone,
ajab chhe wat ke amne haju lagi na mali
kari chhe shodh ame dostonan dilman pan,
malyun badhun ja, phakt ek lagni na mali!
‘latiph’ danwoni shun shikayto karwi?
dayana dewana dilmanya lagni na mali



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 213)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ