aavsho maanii, ame to phaankdaa besii rahyaa - Ghazals | RekhtaGujarati

આવશો માની, અમે તો ફાંકડા બેસી રહ્યા

aavsho maanii, ame to phaankdaa besii rahyaa

ચિંતન પરીખ ચિંતન પરીખ
આવશો માની, અમે તો ફાંકડા બેસી રહ્યા
ચિંતન પરીખ

આવશો માની, અમે તો ફાંકડા બેસી રહ્યા

લો, જગા રાખી તમારી સાંકડા બેસી રહ્યા

વક્તા, પ્રવચન, લોક વિખરાયા હવે

જાય ક્યાં, લાચાર પરવશ, બાંકડા બેસી રહ્યા

આત્મહત્યાનો નિર્ણય, આખરે લીધો હશે

આગ વચ્ચે, ખુદ સળગતા, કાકડા બેસી રહ્યા

શબ્દ અઘરા, વાત અવળી, ધૂંધળાં ચિત્રો બધાં

સાવ કોરા હાંસિયામાં, આંકડા બેસી રહ્યા

ખાંપ માટીમાં હશે, કે કુંભકરના હાથમાં

તૂટતા ચાલ્યા ઘડા, પણ ચાકડા બેસી રહ્યા

સાપ તો ચાલ્યા ગયા છે, ડંખ મારીને હવે

ક્યાંક વિસરી યાદના, રાફડા બેસી રહ્યા

સ્રોત

  • પુસ્તક : ધૂંધળા સ્મરણપટ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : ચિંતન પરીખ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2026