aathii vadhu samayne khulaaso nahiin male - Ghazals | RekhtaGujarati

આથી વધુ સમયને ખુલાસો નહીં મળે

aathii vadhu samayne khulaaso nahiin male

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
આથી વધુ સમયને ખુલાસો નહીં મળે
હરીન્દ્ર દવે

આથી વધુ સમયને ખુલાસો નહીં મળે,

વ્હેતો હશે સમીર ને શ્વાસો નહીં મળે.

ચાલો, રુદનની ઓર મઝા આવશે હવે,

મિત્રો વધી ગયા છે, દિલાસો નહીં મળે.

જેવાં ખર્યાં અમે, કે નવાં ફૂલ ડાળ પર,

અમને હતું ચમનને સુવાસો નહીં મળે.

બીજું તો દુઃખ નથી, લ્યો, હસી 'આવજો' કહું,

જો કે હવે આંખમાં વાસો નહીં મળે.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ