રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો,
એ પણ ખરું કે માર્ગમાં દરિયો ઊભો હતો.
તારી નજરમાં આવવું ગમતું હતું મને,
હું એટલે તો ભીડથી અળગો ઊભો હતો.
મેં જિંદગીના ઓરડામાં ડોકિયું કર્યું,
બેઠી'તી આફતો અને જલસો ઊભો હતો.
એને મળ્યું છે સ્વર્ગ ફકત આ જ કારણે,
એ નર્કની કતારમાં સરખો ઊભો હતો.
નિષ્ફળ ટકોરા દઈને જે પાછી વળી ગઈ,
સૌ દ્વાર પર એ ચીસનો પડઘો ઊભો હતો.
કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે,
અડધો પડી ગયો અને અડધો ઊભો હતો.
mari tarasno parashn salagto ubho hato,
e pan kharun ke margman dariyo ubho hato
tari najarman awawun gamatun hatun mane,
hun etle to bhiDthi algo ubho hato
mein jindgina orDaman Dokiyun karyun,
bethiti aphto ane jalso ubho hato
ene malyun chhe swarg phakat aa ja karne,
e narkni katarman sarkho ubho hato
nishphal takora daine je pachhi wali gai,
sau dwar par e chisno paDgho ubho hato
killani jem aapno wishwas akhre,
aDdho paDi gayo ane aDdho ubho hato
mari tarasno parashn salagto ubho hato,
e pan kharun ke margman dariyo ubho hato
tari najarman awawun gamatun hatun mane,
hun etle to bhiDthi algo ubho hato
mein jindgina orDaman Dokiyun karyun,
bethiti aphto ane jalso ubho hato
ene malyun chhe swarg phakat aa ja karne,
e narkni katarman sarkho ubho hato
nishphal takora daine je pachhi wali gai,
sau dwar par e chisno paDgho ubho hato
killani jem aapno wishwas akhre,
aDdho paDi gayo ane aDdho ubho hato
સ્રોત
- પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.