તરસતું રહી ગયું સૌંદર્યંને મારું જિગર અંતે!
અસર મુજ પ્રેમ-ઊર્મિની થઈ ગઈ બે-અસર અંતે!
નહિ ચમકી શકી સૌંદર્યની રેખા હૃદય-નભમાં,
થઈ પૂરી અરણ્યે જિંદગાનીની સફર અંતે!
હતી આશા કે જડશે રૂપની મંઝિલ ગુલાબોમાં,
થઈ પણ આંખ બુલબુલની નિકુંજે તરબતર અંતે!
જીવન એક શોકની છાયાની છાયા કાં’ થઈ બેઠું,
ગયું જીવન બધું પણ કાંઈ ના લાગી ખબર અંતે!
સિતારાની પલકથી પણ ન વેરાઈ શકી જ્યોતિ,
તિમિર-પંથે જગતના થઈ શક્યો ના કંઈ ગુઝર અંતે!
બળી ગઈ દીપિકા, જ્વાળાઓ ઊર્મિઓની પાથરતાં,
ન રજનીનું પ્રકાશે થઈ શક્યું દામન સભર અંતે!
જડી ના પ્રેમની સુરભિ કુસુમ-કુસુમે ભ્રમણે કરતાં,
કમળદળમાં ગયો બિડાઈ રસ-ભોગી ભ્રમર અંતે!
વસંતે હું ઉદાસી જોઉં છું, અંતર મહીં મારા,
હજારો ફૂલનાં જીવન હશે ક્યાં પાનખર અંતે!
ગિરિવર પર જઈ નીરખું, નિસર્ગી રંગની દુનિયા,
વિવશતાને કરું શું? જઈ શકું હું ક્યાં શિખર અંતે!
ઘણા કોકિલ છે રસભીના ‘નસીમ’ આ રસની કુંજોમાં,
થશે ગુજરાતમાં વ્યાપક ગઝલ કેરો હુનર અંતે!
tarasatun rahi gayun saundaryanne marun jigar ante!
asar muj prem urmini thai gai be asar ante!
nahi chamki shaki saundaryni rekha hriday nabhman,
thai puri aranye jindganini saphar ante!
hati aasha ke jaDshe rupni manjhil gulaboman,
thai pan aankh bulabulni nikunje tarabtar ante!
jiwan ek shokni chhayani chhaya kan’ thai bethun,
gayun jiwan badhun pan kani na lagi khabar ante!
sitarani palakthi pan na werai shaki jyoti,
timir panthe jagatna thai shakyo na kani gujhar ante!
bali gai dipika, jwalao urmioni pathartan,
na rajninun prkashe thai shakyun daman sabhar ante!
jaDi na premni surbhi kusum kusume bhramne kartan,
kamaladalman gayo biDai ras bhogi bhramar ante!
wasante hun udasi joun chhun, antar mahin mara,
hajaro phulnan jiwan hashe kyan pankhar ante!
giriwar par jai nirakhun, nisargi rangni duniya,
wiwashtane karun shun? jai shakun hun kyan shikhar ante!
ghana kokil chhe rasbhina ‘nasim’ aa rasni kunjoman,
thashe gujratman wyapak gajhal kero hunar ante!

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 35)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ