રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભૈરવી-ગઝલ
દરદ દિલ કયાં બતાવું જઇ બધેથી યારિ મારી ગઇ,
કવીતા ક્યાં સુણાવું જઇ હવે તો વારી મારી ગઈ? ૧
જવું તે ઘેર શાને કાજ પરીક્ષા પ્રેમની ના જ્યાં,
નજર શાને જરા કરવી જહાં મહેમાનદારી ગઈ? ર
ધરે શી દિલ કંઈ આશા નિરાશા અંત આવી જ્યાં,
પવન પાણી મહીં પ્યારી વફાદારી હમારી ગઇ. ૩
જઇ મસ્તાનને પૂછ્યું ગુરૂગમ ભેદ બતલાવે,
કહે રે પ્રાણથી પ્યારા બલા શી રીત તારી ગઈ? ૪
રહું દિનરાત મસ્તાનો મદીરા પ્રેમનો પીને,
હવા લાગે ન દુનિયાની સરવ યારી વિસારી ગઈ. પ
બલાઓ મેં લીધી તારી દુખી નિત હું સુખી તું યાર,
બધીએ પ્યારિ લે પાછી તુફાની રાત કારી ગઈ. ૬
અહો કોઇ નામવર પંથી દયાળુ દોસ્ત દેશેથી,
મને આવી કહે કાંઈ ખબર કો બાગ પ્યારી ગઈ. ૭
ધરી રત્નાકરી સાડી સજેલી સુંદરી શામા,
ધરા ધૂરધરા અર્પુ હવે ના ધીર ધારી ગઈ. ૮
સહજ સહજે રિસાવું શું સહજ સહજે અહો પ્યારી,
ધરે છે માન શા કાજે હવે વય તે વિકારી ગઈ. ૯
લઈ મંદારની માળા ગ્રિવા ગોરી ઉપર અર્પુ,
અને ત્યાં એ વિધીની રેખ પર શું મેખ મારી ગઇ. ૧૦
અહીં લહિ વાટડી તારી રહી મુજ સંગ સેવાર્થે,
સખી શાણી હવે થાકી વસંતે જો બિચારી ગઈ. ૧૧
રહ્યો છું વિર્હ–દાવાગ્નિ તને સંભારિ રોયો હું,
જગતને પોક મૂકીને મને કોયલ વિસારી ગઇ. ૧ર
ન થાએ નેહ તે સારો, વિરહ બૂરો પછી થાએ,
કંઈ શાણા હઝારોની મતી એ માંહિ મારી ગઇ. ૧૩
કવીતાની જરબ પર તર્ક પાસેથી શુકન જોઉં,
કંઈ મસ્તાન પોથી ફાલ કાજે નિત વિચારી ગઇ. ૧૪
વિરહમાં પ્યારિનાં ગાનો સુણી થઈ મસ્ત કહેતો बाल
બલા સર્વે હમારી ગઈ બલા સર્વે હમારી ગઇ. ૧પ
bhairawi gajhal
darad dil kayan batawun jai badhethi yari mari gai,
kawita kyan sunawun jai hwe to wari mari gai? 1
jawun te gher shane kaj pariksha premni na jyan,
najar shane jara karwi jahan mahemandari gai? ra
dhare shi dil kani aasha nirasha ant aawi jyan,
pawan pani mahin pyari waphadari hamari gai 3
jai mastanne puchhyun gurugam bhed batlawe,
kahe re pranthi pyara bala shi reet tari gai? 4
rahun dinrat mastano madira premno pine,
hawa lage na duniyani saraw yari wisari gai pa
balao mein lidhi tari dukhi nit hun sukhi tun yar,
badhiye pyari le pachhi tuphani raat kari gai 6
aho koi namwar panthi dayalu dost deshethi,
mane aawi kahe kani khabar ko bag pyari gai 7
dhari ratnakri saDi sajeli sundri shama,
dhara dhuradhra arpu hwe na dheer dhari gai 8
sahj sahje risawun shun sahj sahje aho pyari,
dhare chhe man sha kaje hwe way te wikari gai 9
lai mandarni mala griwa gori upar arpu,
ane tyan e widhini rekh par shun mekh mari gai 10
ahin lahi watDi tari rahi muj sang sewarthe,
sakhi shani hwe thaki wasante jo bichari gai 11
rahyo chhun wirh–dawagni tane sambhari royo hun,
jagatne pok mukine mane koyal wisari gai 1ra
na thaye neh te saro, wirah buro pachhi thaye,
kani shana hajharoni mati e manhi mari gai 13
kawitani jarab par tark pasethi shukan joun,
kani mastan pothi phaal kaje nit wichari gai 14
wirahman pyarinan gano suni thai mast kaheto baal
bala sarwe hamari gai bala sarwe hamari gai 1pa

સ્રોત
- પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : ઉમાશંકર જોષી
- પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
- વર્ષ : 1942