આપણી જુદાઈમાં પણ એટલું સારું થયું
aapniii judaaiimaan pan aetlun saarun thayun
રમેશ પારેખ
Ramesh Parekh
આપણી જુદાઈમાં પણ એટલું સારું થયું
aapniii judaaiimaan pan aetlun saarun thayun
રમેશ પારેખ
Ramesh Parekh
રમેશ પારેખ
Ramesh Parekh
આપણી જુદાઈમાં પણ એટલું સારું થયું
કે નિસાસાઓથી ઘરનું આંગણું ચોખ્ખું થયું
તું ઘણાં ખાબોચિયાં ખભે લઈ ચાલ્યો, રમેશ
તોય હોનારતપણું નદીઓનું ના ઓછું થયું
ઘા પડે, વકરે અને છેવટમાં થાતું ગૂમડું
આપણી આંખોને સાલું એ રીતે સપનું થયું
આપણી દરિયાવદિલી કોઈ ના સમજ્યું, રમેશ
ડૉક્ટરો પણ ખિન્ન થઈ બોલ્યા : ‘હૃદય પ્હોળું થયું.’
પત્રમાં માંડેલ અક્ષર Penમાં પાછો વળે
Penનું પણ સાવ નિષ્ફળ હાથમાં હોવું થયું
પોત સૌ સંબંધનું એવું હતું હલકું, રમેશ
કે પૂરો પોષાક સંકોચાઈને ઝબલું થયું.
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
