આપણાં ખોટા ને સાચા હોય છે
aapnaa khotaa ne sachaa hoy chhe
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
આપણાં ખોટા ને સાચા હોય છે
aapnaa khotaa ne sachaa hoy chhe
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
આપણાં ખોટા ને સાચા હોય છે,
રસ્તાઓ તો માત્ર રસ્તા હોય છે.
કેટલાં જોજન ઊડી પાછાં ફરે,
પંખીઓ પાસે ક્યાં નકશા હોય છે?
ત્યાં પ્રતિબિંબો જ ઝીલાતાં હે,
આંખમાં જાણે અરીસા હોય છે.
જૂઠ માટે હોય છે શ્રદ્ધા અડગ,
સત્યની સામે જ શંકા હોય છે.
એની મસ્તી હોય કાયમ આગવી,
જે સદા લખતા ને ગાતા હોય છે.
વારતા સદીઓથી એની એ જ છે,
સ્થળ, સમય ને પાત્ર ફરતાં હોય છે.
સ્રોત
- પુસ્તક : મનોરથ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સર્જક : ગોવિંદ ગઢવી 'સ્મિત'
- પ્રકાશક : હિતેન્દ્ર ગોવિંદ ગઢવી
- વર્ષ : 2023
