આંખમાં ખૂંચે નહીં એવી અણી છે છોકરી
aankhmaan khuunche nahiin aevii anii chhe chhokarii
પારસ પટેલ
Paras Patel
આંખમાં ખૂંચે નહીં એવી અણી છે છોકરી
aankhmaan khuunche nahiin aevii anii chhe chhokarii
પારસ પટેલ
Paras Patel
પારસ પટેલ
Paras Patel
આંખમાં ખૂંચે નહીં એવી અણી છે છોકરી,
તું ભલા સંભાળજે; ભારે ટણી છે છોકરી.
છોકરી જોતાં બને સૌ પૂતળા લોખંડના,
એમનો ઇલાજ આ પારસમણિ છે છોકરી.
આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે કેટલા,
એ બધાની સાવ સાદી માગણી છે છોકરી.
કેમનો સમજાય એને આ તમાશો પ્રેમનો?
હીર-રાંઝાની કવિતા ક્યાં ભણી છે છોકરી?
ભલભલા શાયર થયા પણ કોઈને ચાલ્યું નથી,
એક યા બીજી કવિતામાં વણી છે છોકરી.
સ્રોત
- પુસ્તક : પ્રણયોત્સવ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : પારસ પટેલ
- પ્રકાશક : પ્રવેગ કોમ્યુનિકેશન લિમિટેડ
- વર્ષ : 2019
