aankhe chhavayo kayami 'aavya nahin'no thak - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંખે છવાયો કાયમી 'આવ્યા નહીં'નો થાક

aankhe chhavayo kayami 'aavya nahin'no thak

મનોજ જોશી 'મન' મનોજ જોશી 'મન'
આંખે છવાયો કાયમી 'આવ્યા નહીં'નો થાક
મનોજ જોશી 'મન'

આંખે છવાયો કાયમી 'આવ્યા નહીં'નો થાક!

પગને સતાવે છે હવે 'ચાલ્યા નહીં'નો થાક!

બીજાની સાથે એમને હસતાં દીઠાં પછી,

ઉતરી ગયો છે એકદમ 'પામ્યા નહીં'નો થાક!

જુના ગુલાબી પત્ર મેં વાંચ્યા જરાક જ્યાં!

ડોકાયો ત્યાં તો ટેરવે 'ફાડ્યા નહીં'નો થાક!

એક વખત જાગી શક્યો ના હું સમય ઉપર!

આજેય કનડે સ્વપ્નને 'જાગ્યા નહીં'નો થાક!

નીકળી ગયો છું ક્યારનો હું આંબલીથી દૂર!

ખીસ્સામાં લઈને 'કાતરાં પાડ્યા નહીં'નો થાક!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ