aankh same albam jyan junun aawi jay chhe - Ghazals | RekhtaGujarati

આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે

aankh same albam jyan junun aawi jay chhe

અંકિત ત્રિવેદી અંકિત ત્રિવેદી
આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે
અંકિત ત્રિવેદી

આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે,

બ્લૅક ઍન્ડ વ્હાઈટ સમય પણ રંગભીનો થાય છે.

બાના બોખા સ્મિતવાળો ચહેરો જ્યારે જોઉં છું,

આજ પણ ફોટા મહીંથી વારતા સંભળાય છે.

જે દીવાલો પર કરેલા હોય લીટા આપણે,

દીવાલો ઉપર ફોટો કદીક ટીંગાય છે.

એક પણ ઍન્ગલથી મૉડેલ જેવાં છે નહીં,

લગ્ન કરતાં મમ્મીપપ્પા કેટલાં શરમાય છે!

નિખાલસતા, ઉમળકો, પ્રેમ ક્યાંથી લાવશું?

જૂના ફોટા પાડવા ક્યાં એટલા સ્હેલાય છે?

સ્રોત

  • પુસ્તક : ગઝલપૂર્વક (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2007