આખા જગથી એ સાવ છાનું છે
aakhaa jagthii ae saav chhanun chhe
હેમંત પુણેકર
Hemant Punekar
હેમંત પુણેકર
Hemant Punekar
આખા જગથી એ સાવ છાનું છે
તારી યાદોનું મનમાં ખાનું છે
શું શું નીકળે છે જોઈએ એમાં
મનનું ભંડકિયું ખોલવાનું છે
નભનો ખૂણેખૂણો ફરી લો પછી
એય પિંજર શું લાગવાનું છે
સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે
સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે
સામાએ તે પચાવવાનું છે
કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
