taro satat abhaw chhe ‘akash’ shabdman - Ghazals | RekhtaGujarati

તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં

taro satat abhaw chhe ‘akash’ shabdman

મિલિન્દ ગઢવી મિલિન્દ ગઢવી
તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં
મિલિન્દ ગઢવી

તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં,

પહેલા સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં.

અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો,

નક્કી ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં.

તારા ગયાના અર્થમાં ખાલી જગા હતી,

ડૂમા વસી ગયા બધે ‘અવકાશ’ શબ્દમાં.

સૂરજ ઠર્યો તો સાંજના દીવા કર્યા તમે,

શું શું બળી ગયું હશે ‘અજવાસ’ શબ્દમાં.

હું ‘ને અરીસો બેઉ જણ થીજી ગયા ‘ગ.મિ.’,

કેવી પડી તિરાડ ‘અહેસાસ’ શબ્દમાં.

સ્રોત

  • પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : મિલિન્દ ગઢવી
  • પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2019