na joyun beuna chaheraye ekbijani same - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે

na joyun beuna chaheraye ekbijani same

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે
ભાવેશ ભટ્ટ

જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે

ઘટી છે આજ તો દુર્ઘટના દુર્ઘટનાની સામે

જઈ એને પૂછીએ, નામ એનાં બાળકોનાં

કોઈ તાકી રહ્યું છે ટ્રેનના પાટાની સામે

સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડાંઘરથી

બહુ ખંધુ હસ્યો દરવાન દીકરાની સામે

જીવન સૂનું, કપાળે સૂનું, ને ઘર પણ છે સૂનું

હતું કેવળ ભરેલું ઘોડિયું વિધવાની સામે

ચલો ને કમસેકમ તો હસે છે સામસામે

જે દરવાજો રહે છે બીજા દરવાજાની સામે

શરમ બેમાંથી કોને આવવી જોઈએ, બોલો

જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાંની સામે

અરીસો જાણે જોતા હોઈએ લાગે છે એવું

મને તળિયું જુએ, જોઉં છું હું તળિયાની સામે

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.