aaghaat daiine ten ja chhinavii hatii - Ghazals | RekhtaGujarati

આઘાત દઈને તેં જ એને છીનવી હતી

aaghaat daiine ten ja chhinavii hatii

હરીશ ધોબી હરીશ ધોબી
આઘાત દઈને તેં જ એને છીનવી હતી
હરીશ ધોબી

આઘાત દઈને તેં જ એને છીનવી હતી,

તારા વિશેની એક જ ઘટના બચી હતી.

શબ્દો તને મનાવવા નિષ્ફળ ગયા હશે,

પણ દોસ્ત! આંખના કથનમાં ક્યાં કમી હતી?

એની અલગ છે વાત એ મારી ન થઈ શકી,

મારી તરફ ક્ષણો નહીં તો કંઈ ઢળી હતી.

સર્જી દીધાં છે, મારા વિશે કૈંક કોતરો,

મારા મહીં સતત વહી તે કઈ નદી હતી?

‘હ’ – હરીશનો હજી ભટક્યા કરે સતત,

ક્યારેક લોહીમાં તું જેને ઘૂંટતી હતી.

સ્રોત

  • પુસ્તક : લગભગ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : હરીશ ધોબી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1985