aadam iwanun pahelun chumban – 2 - Ghazals | RekhtaGujarati

આદમ ઈવનું પહેલું ચુંબન – 2

aadam iwanun pahelun chumban – 2

કાયમ હઝારી કાયમ હઝારી
આદમ ઈવનું પહેલું ચુંબન – 2
કાયમ હઝારી

દુનિયાના સૌથી દુઃખનું કારણ,

આદમ ઈવનું પહેલું ચુંબન!

ને એ દુઃખનું પણ છે મારણ

આદમ ઈવનું પહેલું ચુંબન! !

માસ વરસ ને યુગ સદીનો

કાળ થયો છે પેદા જ્યાંથી; –

એ ક્ષણ – એ ક્ષણ – એ ક્ષણ – એ ક્ષણ; –

આદમ ઈવનું પહેલું ચુંબન! ! !

એક તરફ આદેશ ખુદાનો

બીજી બાજુ જીદ શેતાની;

એ બન્નેનું છે સમરાંગણ –

આદમ ઈવનું પહેલું ચુંબન! !

એક જ ભૂલથી લાગી’તી જે

આગ હજુ પણ એ સળગે છે;

કેવો તણખો! કેવું ઈંધણ!

આદમ ઈવનું પહેલું ચુંબન! !

એક જ બુચકારમાં ‘કાયમ’,

એ બન્નેને જોડી દીધા;

આભ અને ધરતીનું સગપણ –

આદમ ઈવનું પહેલું ચુંબન! !

સ્રોત

  • પુસ્તક : આદમ ઈવનું પહેલું ચુંબન (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : ‘કાયમ’ હઝારી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994