aa paar to hato ja ne a paar pan gayo - Ghazals | RekhtaGujarati

આ પાર તો હતો જ ને એ પાર પણ ગયો

aa paar to hato ja ne a paar pan gayo

ભીખુભાઈ ચાવડા 'નાદાન' ભીખુભાઈ ચાવડા 'નાદાન'
આ પાર તો હતો જ ને એ પાર પણ ગયો
ભીખુભાઈ ચાવડા 'નાદાન'

પાર તો હતો ને પાર પણ ગયો

તારો ઇંતેઝાર નજર—બ્હાર પણ ગયો

તારા ગયા પછી તો જીવનસાર પણ ગયો

થોડો ઘણો હતો ભલીવાર પણ ગયો

ઢગલો છું રાખ ને વિખેરાઈ પણ શકું

નિઃશ્વાસની હવાનો સહકાર પણ ગયો

સારા સમયની એકે નિશાની રહી નહીં

આવ્યો સમય બૂરો તો અહંકાર પણ ગયો

તારામાં ઓગળ્યો તો હવે શેષ શું રહે?

મારા ઉપરનો મારો અખત્યાર પણ ગયો

'નાદાન' આયનાઓ બદલતા રહ્યા ખૂણા

રૂપરંગ ગુમ હતાં, હવે આકાર પણ ગયો

સ્રોત

  • પુસ્તક : રજ રજ અચરજ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : ભીખુભાઈ ચાવડા 'નાદાન'
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001